અમદાવાદના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થીઓને પોલીસે ઝડપાયા

અમદાવાદના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થીઓને પોલીસે ઝડપાયા

અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં ચૂંટણી પૂર્વેના સઘન ચેકીંગ દરમિયાન પોલીસની બાતમીના આધારે બે વિદ્યાર્થીઓની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. બે વિદ્યાર્થીઓ રાજસ્થાનથી દેશી કટ્ટા સાથે અમદાવાદ આવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ અંગે પોલીસે બંન્ને ના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ પુછપરછ હાથધરી છે.

નરોડા પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન નરોડા પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ખાનગી બસમાં બે યુવકો દેશી બનાવટી રીવોલ્વર સાથે નરોડા દેવી સિનેમા પાસે ઉતરવાના છે. ચોક્કસ બાતમીને આધારે પોલીસે દેવી સિનેમા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ બે યુવકો દેખાઈ આવતા બંન્નેની અટકાયત કરી હતી. આ દરમિયાન તપાસ કરતા યુવકો પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટી રીવોલ્વર મળી આવી હતી. આ અંગે પોલીસે પુછપરછ કરતા બંન્ને શખ્સોએ તેમના નામ દેવેન્દ્રસિંહ રાજવત અને દિનેષકુમાર જાટ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંન્ને આરોપીની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, દેવેન્દ્ર સિંહ રાજાવત અને દિનેષકુમાર હવાસીંગ જાટ બન્ને રાજસ્થાનથી બંદૂક લઇને અમદાવાદ આવ્યા હતા, તથા બંન્ને આરોપીઓ વિદ્યાર્થીઓ હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.