*બજારમાં સતત તેજીના માહોલથી રોકાણકારો ખુશખુશાલ*
અમેરિકી બજારમાં સતત તેજીથી ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા બાદ આજે સવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યા. 30 અંકવાળો સેન્સેક્સ 293 અંકની તેજી સાથે 60,408.29 ના સ્તરે ખુલ્યો જ્યારે 50 અંકવાળો નિફ્ટી પણ 100થી વધુ અંકની તેજી સાથે 18,044.45 ના સ્તરે ખુલ્યો.
*બજારની લેટેસ્ટ સ્થિતિ*
સવારે 9.35 વાગે બજારની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો સેન્સેક્સ હાલ 350.89 અંકની તેજી સાથે 60466.02 ના સ્તરે જ્યારે નિફ્ટી 107.20 અંકના વધારા સાથે 18043.50 ના સ્તરે જોવા મળ્યો છે.