અંબાજી વિસ્તારમાં શું ચાલી રહ્યો છે બનાવટી કલરના ધંધો? કલરના ડબ્બા પર વિગતો ન દર્શાવેલી હોવાથી ગ્રાહક કે નોંધાઈ પોલીસ ફરિયાદ
જીએનએ અંબાજી: બનાસકાંઠા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ અંબાજી અને અંબાજી વિસ્તારમાં અનેક સોસાયટીઓ અને કોમ્પલેક્ષની સાથે વિવિધ દુકાનો પણ આવેલી છે જ્યારે અંબાજી વિસ્તારના લોકો વિશ્વાસ રાખી સ્થાનિક વેપારીઓ પાસેથી માલસામાનની ખરીદી કરતા હોય છે જ્યારે અંબાજીના જયપ્રકાશ ઈશ્વરલાલ સોલંકી નામના વ્યક્તિ દ્વારા પોતાના ઘરે રીપેરીંગ કામ માટે ક્રિષ્ના પેલેસ કોમ્પલેક્ષમાં આવેલ ભવરભાઈ નાઈ નામના વ્યક્તિ પાસેથી કલર સહિતના માલસામાનની ખરીદી કરી હતી અને જેમ સામાનનું બિલ બન્યું હતું તેમણે ગુગલ પે મારફતે પેમેન્ટ પણ કર્યું હતું ફરિયાદી દ્વારા તારીખ 27/11/2022ના રોજ 4 લીટર એપેક્ષ એશિયન પેઇન્ટ કલર બનાવી આપવા જણાવેલું હતું અને આ ભવરભાઈ નામના દુકાન ચાલેકે પોતાની દુકાન પરથી સાંજના સમયે કલરનો ડબ્બો આપેલો હતો સાંજે મોડું થયું હોય અને જે કલર ના ડબ્બાને બીજા દિવસે સવારે વિગત ચેક કરતા તેની પર ભાવ, બેચ નંબર, એક્સપાયરીડેટ સહિતની વિગતો દર્શાવેલી હતી નહીં અને વિગત જે જગ્યાએ લખેલી હોય છે ત્યાં કોરું હતું જેની જાણ દુકાન ચાલકને કરતા દુકાન ચાલેકે જણાવેલ કે વિગત ભૂસાઇ ગઈ હશે અને આ ડબ્બો મેં અરિહંત ટ્રેડર્સ માંથી લાવેલ છે જ્યારે ચોક્કસથી કહી શકાય આ બાબતે ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી જેનું નિકાલ ન આવતા ફરિયાદ કરવામાં આવી છે અને આ દુકાન ચાલક દ્વારા બાકીના પૈસા માટે ધાકધમકી આપી જાહેરમાં બદનક્ષી થાય તેવા શબ્દો બોલતો હતો જેને લઇ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે જયપ્રકાશભાઈ ફરિયાદી દ્વારા જણાવેલ કે પહેલા જે મેં 4 લીટર કલરનો ડબ્બો લીધેલો છે તેનું નિરાકરણ આવે ત્યારબાદ તમારું પૂરું પેમેન્ટ તમને મળી જશે તેવું જણાવતા આ દુકાન માલિક ઉશ્કેરાઇ છેક ફરિયાદીના ઘરે સુધી પહોંચી તેમને ધાકધમકીઓ આપી અને બજાર વચ્ચે કોલર પકડી પૈસા નીકળી લેવાની ધમકી આપતો હોવાની વાત ફરિયાદીએ વેપારી સામે પોલીસ ફરિયાદમાં નોંધાવી છે જ્યારે ચોક્કસથી કહી શકાય આ રીતે ઊંચી બ્રાન્ડના ડીલરો જો કોઈ ડુપ્લીકેટ માલ સામાન વેચતા હોય તો તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ અને સમાજમાં દાખલો બેસે તેવું ઉદાહરણ પૂરું પાડે તેવી લોક માંગ પ્રબળ બની છે..
આ તો ફક્ત અંબાજીમાં એક વ્યક્તિએ ફરિયાદ કરતા મામલો સામે આવ્યો હતો જો તંત્ર અંબાજીની વિવિધ નામચીન દુકાનોમાં ઝીણવટ ભરી તપાસ કરે તો અનેક ઘણો માલ ડુપ્લીકેટ કે બેચ નંબર, એક્સપાયરી ડેટ સહિતની વિગતો લખેલા વગરનો મળે તેવી લોક મુખે ચર્ચા વહેતી થઈ છે ,સાથેજ જો કોઈ વ્યક્તિ આવા ડુપ્લીકેટ માલસામાન વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય તો તેવા વેપારીઓ સામે તંત્ર દ્વારા પણ સત્વરે પગલાં લઈ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે..
વાત કરવામાં આવે તો નાની વસ્તુ જે ગ્રાહક ખરીદતો હોય તેના પર ભાવ, વજન, એક્સપાયરીડેટ સહિતની વિગતો દર્શાવવામાં આવતી હોય છે જ્યારે એશિયન પેન્ટની નામચીન બ્રાન્ડના કલરના ડબ્બા પર કેમ કોઈ વિગતો ન દર્શાવેલી આવી તે એક વિચારવાની બાબત બની છે જ્યારે ચોક્કસથી આ વેપારીએ જણાવ્યું કે મેં કલરનો ડબ્બો અરિહંત ટ્રેડર્સ નામની દુકાનમાંથી લાવી અને આપેલો છે…
સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે અંબાજીની વિવિધ સંસ્થાઓમાં મોટા અને નાના કામો માટે આ જ દુકાનમાંથી વિવિધ માલ સામાન અને કલરનો માલ સામાન લેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી જો ચોક્કસથી આ વાત સાચી હોય તો મોટી સંસ્થાઓમાં પણ કેટલો બધો ડુપ્લીકેટ કે વિગત દર્શાવ્યા વગરનો માલ ગયો હશે તે એક વિચારવાની બાબત બની છે જ્યારે જે સંસ્થાઓએ માલ લીધો હોય તે માલની ચકાસણી કરી તે પણ કાર્યવાહી કરાવે તેવી ચર્ચા વેગ પકડ્યું છે. અંબાજી પોલીસ સ્ટેશનમાં 406, 420, 506, 500 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. અંબાજીના બજારોમાં ઝીણવડ ભરી તપાસ કરવામાં આવે તો ડુપ્લીકેટ માલ નીકળે તેવી શક્યતા સેવાઇ રહી છે. હવે અંબાજી પોલીસ શું કડક પગલાં લેશે એ જોવું રહ્યું.