*૬ હજાર પ૪૭ કરોડની ખોટ યસ બેંક મોટા માથાઓએ ડૂબાડી -નિર્મલા સીતારમણ*

આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત હોવાની ખાતરી આપી. નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજી યસ બેંકના સંકટ વિશે માહિતી આપતા કહ્યું કે યસ બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. તેમજ યસ બેંકે કેટલાક જોખમ ભરેલા ક્રેડિટ નિર્ણયો લીધા હતા