*હું ખાતરી આપુ છું તમામના પૈસા સુરક્ષિત યસ બેંક માં સરકાર થઈ એક્ટિવ*

યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે.