જેએમસીના વોટર વર્કસ વિભાગ દ્વારા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વોર્ડ 6માં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા
જીએનએજામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત તાજેતરમાં વોર્ડ નંબર 6 માં આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં વોટર વર્કસ વિભાગ દ્વારા પાણીની નવી પાઇપલાઇન ફીટીંગ નું કામ પ્રગતિ હેઠળ છે. આ કામગીરીનું વોટર વર્કસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 યોગેશ્વર ધામ સોસાયટીમાં શેરી નંબર 1 થી 16 સુધી પાણી વિતરણ પાઇપલાઇનની કામગીરી કાર્યરત છે આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય અને પાઇપલાઇનનું પ્રોપર લેવલ તથા પૂરતી ઊંડાઈ જળવાઈ રહે તે માટે વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.સી. બોખાણી દ્વારા આ કામગીરીની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી આ વિઝિટ દરમિયાન ડેપ્યુટી ઇજનેર નરેશભાઈ પટેલને પાઇપલાઇનના ફીટીંગ અંગેની જરૂરી સુચના આપવામાં આવી હતી.