*ગુજરાતના નેવલ ઓફિસર-ઈન-ચાર્જ તરીકેનો કાર્યભાર સાંભળતા કૉમેડોર સુદીપ મલિક*

*ગુજરાતના નેવલ ઓફિસર-ઈન-ચાર્જ તરીકેનો કાર્યભાર સાંભળતા કૉમેડોર સુદીપ મલિક*

જીએનએ પોરબંદર: તારીખ 21 જુનના રોજ કૉમેડોર સુદીપ મલિકે પોરબંદર ખાતે યોજાયેલા સેરેમોનિયલ ડિવિઝનમાં કૉમેડોર નીતિન બિશ્નોઈ પાસેથી ગુજરાતના નેવલ ઓફિસર-ઈન-ચાર્જ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

તેઓ 1996માં કમિશન્ડ થયેલા, અધિકારી પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ગનરી અને રડાર ટેક્નોલોજીના નિષ્ણાત છે અને વાલપરાઈસો, ચિલી અને ગોવામાં નેવલ વોર કોલેજના સ્નાતક છે.

 

NOIC ગુજરાત તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેમણે બે ફ્રન્ટ લાઇન ફ્રિગેટ્સ, ઇન શિપ બિયાસ અને ગોમતીનું કમાન્ડ કર્યું છે.

તેઓ INS ચેરિયમના કમિશનિંગ કમાન્ડિંગ ઓફિસર રહી ચૂક્યા છે. જેમાં તેમની અન્ય કમાન્ડની સોંપણીઓમાં INS નિરીક્ષકની કમાન્ડ અને NOIC કેરળ તરીકેની નિમણૂકનો સમાવેશ થાય છે.