*વાત પિત્તની સૌથી ઉત્તમ દવા !!*
વાત, પિત્ત, કફ આ ત્રણેને દોષ કહે છે. આ ત્રણેને ધાતુ પણ કહેવા આવે છે. ધાતુ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે શરીરને ધારણ કરે છે. કેમ કે ત્રિદોષ, ધાતુ અને મળ ને દુષિત કરે છે. તે કારણે તેને દોષ કહે છે.
શું તમે જાણો છો કે શરીરમાં થતી કોઈપણ બીમારી વાત-પિત્તના બગડવાથી થાય છે. હવે તમે પૂછશો કે વાત પિત્ત અને કફ શું હોય છે? તો અમે તમને જણાવી આપીએ કે માથા થી લઈને છાતીની વચ્ચે સુધીના રોગ કફ બગડવાથી થાય છે. છાતીની વચ્ચે થી લઈને પેટ અને કમર ના છેડા સુધીમાં થતા રોગ પિત્ત બગડવાને કારણે થાય છે. અને કમરથી લઈને ગોઠણ અને પગ ના છેડા સુધી થતા રોગ વાત બગડવાને કારણે થાય છે.
આયુર્વેદ સાહિત્ય શરીરના નિર્માણમાં દોષ, ધાતુ મળ ને મુખ્ય ગણવામાં આવે છે અને કહેવામાં આવે છે કે દોષ ધાતુ મળ મુલં શરીરમ. આયુર્વેદ નું પ્રયોજન શરીરમાં રહેલા આ દોષ, ધાતુ અને મળો ને સામ્ય અવસ્થામાં રાખવું જેથી સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને દોષ થી મળોની અસામાન્ય સ્થિતિ થવાથી ઉભી થતી વિકૃતિ કે રોગની સારવાર કરવી છે.
*શારીરિક દોષ*
વાત, પિત્ત, પફ – આ ત્રણે શારીરિક દોષ ગણવામાં આવે છે. આ દોષ અસામાન્ય આહાર વિહાર થી વિકૃત કે દુષિત થઇ જાય છે તેથી તેને દોષ કહેવામાં આવે છે. શારીરિક બીજી ધાતુ વગેરે તત્વ તેને દોષો દ્વારા દુષિત થાય છે. આ ત્રણે દોષોને શરીરનો આધાર સ્થંભ કહેવામાં આવે છે. તેના પ્રાકૃતિક સ્થિતિ અને યોગ્ય પ્રમાણમાં શરીરને સ્વસ્થ રાખે છે, જો તેનો ક્ષય કે વૃદ્ધી થાય છે, તો શરીરમાં વિકૃતિ કે રોગ ઉત્પન થઇ જાય છે.
પંચમહાભૂતો થી દોષોની ઉત્પતિ
૧. સૃષ્ટિ માં મળતા વાયુ મહાભૂત માંથી શરીરમાં વાત દોષની ઉત્પતી થાય છે.
૨. અગ્નિ માંથી પિત્ત દોષ ની.
૩ જળ અને પૃથ્વી મહાભૂતો માંથી કફ દોષની ઉત્પતી થાય છે.
એટલે કે શરીર લોહી વગેરે ધાતુથી બને છે અને મળ શરીરને સ્થંભ ની જેમ સંભાળે છે. દોષ, ધાતુ, મળ કુદરતી રીતે રહીને ઉચિત આહાર વિહાર કરનારું શરીર ધારણ કરે છે. શરીરની ક્ષય, વૃદ્ધી, શારીરિક અવયવો દ્રવ્યોની વિકૃતિ, આરોગ્યતા-અનારોગ્યતા, આ દોષ ધાતુ મળો ઉપર જ આધારિત છે આમ તો શરીર માટે દોષ ધાતુ મળ ત્રણે મુખ્ય દ્રવ્ય છે છતાપણ શારીરિક ક્રિયા માટે જણાવી આપીએ કે વધુ ક્રિયાશીલ થવાથી શરીરમાં દોષ વર્ગની મહત્તા રહે છે.
ત્રણે દોષોમાં સૌપ્રથમ વાત દોષ જ વિરુદ્ધ આહાર-વિહાર થી પ્રકુપિત થાય છે અને બીજા દોષ અને ધાતુ ને દુષિત કરી રોગ ઉત્પન કરે છે. વાત દોષ કુદરતી રીતે પ્રાણીઓની જીવ ગણવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્ર માં શરીર રચના, ક્રિયા અને વિકૃતિઓ નું વર્ણન અને ભેદ અને સારવાર વ્યવસ્થા દોષો મુજબ જ કરવામાં આવે છે.
*વાત દોષ ના પાંચ ભેદ :*
*૧ પ્રાણ વાત*
આ વાયુ સતત મોઢામાં રહે છે અને આવી રીતે તે પ્રાણોને ધારણ કરે છે. જીવન પૂરું પાડે છે અને જીવને જીવતા રાખે છે. આ વાયુની મદદથી ખાધું પીધું અંદર જાય છે. જ્યારે આ વાયુ કુપિત થાય છે તો હિચકી, ખાંસી અને તે અંગોને સંબંધિત વિકાર થાય છે.
*૨. સમાન વાત*
આ વાયુ આભાશય અને પક્વાશય માં રહેતા અગ્નિ, જેને જઠરાગ્ની કહે છે, થી મળીને અન્નનું પાચન કરે છે અને મળમૂત્ર ને પૃથક કરે છે. જયારે આ વાયુ કુપિત થાય છે ત્યારે મંદાગ્નિ, અતિસાર અને વાયુ ગોળા પ્રભુતી રોગ થાય છે.
*૩. ઉદાન વાત*
ઉદાન વાયુ ગાળામાં રહે છે. આ વાયુની શક્તિ થી મનુય અવાજ નીકળે છે, બોલે છે, ગીત ગાય છે અને વગેરે, મધ્યમ અને ઊંચા અવાજમાં વાત કરે છે.
*૪. અપાન વાત*
આ વાયુ પક્વાશય માં રહે છે અને તેનું કાર્ય મળ, મૂત્ર, શુક્ર, ગર્ભ અને આર્તક ને બહાર કાઢે છે. જયારે તે કુપિત થાય છે ત્યારે મૂત્રાશય અને ગુદા સાથે જોડાયેલ રોગ થાય છે.
*૫. વ્યાન વાત*
આ વાયુ આખા શરીરમાં ફરે છે. આ વાયુની અસરથી રસ, લોહી અને બીજા જીવન જરૂરી તત્વ આખા શરીરમાં વહેતા રહે છે. શરીરના સમગ્ર કાર્યપ્રણાલી અને કાર્ય કરવાની પદ્ધતિ વગર વ્યાન વાયુથી પૂર્ણ નથી થઇ શકતી. જયારે આ કુપિત થાય છે તો સંપૂર્ણ શરીરમાં રોગ ઉત્પન કરે છે.
*પિત્ત દોષ ના પાંચ ભેદ*
*૧. સાધક પિત્ત*
મેઘા અને ધારણ શક્તિ વધારે છે.
*૨. ભ્રામક પિત્ત*
તે ચામડીમાં રહે છે અને કાંતિ ઉત્પન કરે છે. ત્વચાના તમામ રોગ અને તકલીફો આ પિત્ત ની વિકૃતિ થી થાય છે. શરીરમાં કરવામાં આવેલ લેપ, માલીશ, ઔષધી સ્નાન વગેરેના પાચન કાર્ય આ પિત્ત કરે છે.
*૩. રંજક પિત્ત*
આ પિત્ત રંગવાનું કાર્ય કરે છે. લોહીની લાલાશ, ત્વચાનો રંગ, આંખોની પુતળીઓનો રંગ રંગવાનું કાર્ય કરવાથી તેને રંજક પિત્ત કહે છે. તે યકૃત અને પ્લીહા માં રહીને લોહીનું નિર્માણ કરે છે.
*૪. આલોચક પિત્ત*
*૫ પાચક પિત્ત*
આ પિત્ત આમ તો ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ ચાર પ્રકારના ભોજનો ને પચાવે છે. તેથી તેને પાચક પિત્ત કહે છેકફ દોષ ના પાંચ ભેદ
*૧. ક્લેદન કફ*
આ કફ અન્નને ભીનું કરે છે અને આમાશય માં રહે છે અને અન્નને જુદું જુદું કરે છે.
*૨. અવલમ્બન કફ*
તે હ્રદય માં રહે છે અને પોતાના અવલમ્બન કાર્ય દ્વારા હ્રદયને પોષણ કરે છે.
*૩. શ્લેષ્મન કફ*
આ કફ સંધીયો માં રહે છે અને તે સ્થાનોને કફ વિહિત નથી કરતા. રસન કફ : તે કંઠમાં રહે છે અને રસને ગ્રહણ કરે છે. કડવા અને તુરા રસોની જાણ તેનાથી થાય છે.
*૪. રસન કફ*
આ કંઠમાં રહે છે અને રસને ગ્રહણ કરે છે. કડવા અને તુરા રસોની જાણ તેનાથી થાય છે.
*૫. સ્નેહલ કફ*
આ કફ મગજ માં રહે છે અને શરીરની તમામ ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે. તેના કારણે તમામ ઇન્દ્રિયો પોતાની જાતે કાર્યરત થાય છે.
*🙏🏻સૌજન્ય🙏🏻*
*વેદ આર્યુવેદિક પરિવાર સાવરકુંડલા*
*©ડૉ બલભદ્ર મહેતા ©*
*📲9427888387*
🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣