નિયામકશ્રી , આયુષની કચેરી , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , ગુજરાત સરકાર – કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો :
*આયુર્વેદ પધ્ધતિ દ્રારા રક્ષણાત્મક ઉપાય*
૧ . ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બતૂક : પ્રક્ષેપ ત્રિકટુ
૨ . તુલસીના બે ચમચી રસ માં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું .
૩ . ઔષધસિધ્ધ જલ : સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી ( અથવા સૂંઠ ૨ ચમચી ) ને ૧૦ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું . જરુરીયાત મુજબ નવસેકું પીવું .
૪ . ધૂપન દ્રવ્ય : સલાઇ ગુગળ ૫૦ ગ્રામ , ઘોડાવજ – ૧૦ ગ્રા . સરસવ – ૧૦ ગ્રા . લીમડાના પાને – ૧૦ ગ્રા . અને ગાયના ઘી – ૨૦ ગ્રા . મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો .
*હોમિયોપથી સબંધિત રક્ષણાત્મક ઉપાયો*
¤ આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી .
¤ જોવાયરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી
*આહાર – વિહારના સૂચનો*
▪આહાર
¤ ઘરનો સાત્વિક , સુપાચ્ય , હળવો ગરમ ખોરાક લેવો .
¤ વાસી ખોરાક , આથાવાળી વસ્તુ , મેંદાની બનાવટ , દહીં , દુધની બનાવટ , જંકફૂડ , ઠંડા પીણા અને ફ્રીજનું પાણી લેવા નહી .
¤ વિરુધ્ધ આહારનું સેવન ન કરવું . તેમજ ફ્રીજમાં રાખેલી કોઇપણ વસ્તુઓ ના ખાવી .
¤ મગ , મસૂર , ચણા અને કળથીનો ગરમ સૂપ પીવો .
¤ શાકભાજીમાં કારેલા , પરવળ , કાચા મૂળા , દુધી , કોળુ , સરગવો , આદુ , હળદર , લસણ અને ફુદીનો ‘ લેવા .
¤ પચવામાં ભારે તથા ચિકણા શાકભાજી ના ખાવા .
¤ફળમાં પપૈયા , દાડમ , આમળા જેવા ફળ લેવા .
¤પાણી અડધુ ઉકાળીને હુંફાળુ જ પીવું અથવા સૂંઠ નાખી ઉકાળેલુ પાણી લેવું .
¤ ઇંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવો .
▪વિહાર
¤ સ્વચ્છતા આસપાસની , ઘરની અને વ્યક્તિગત જાળવવી .
¤ ભીડભાડ વાળી જગ્યાએ બિનજરુરી જવુ નહી . ડીસ્પોઝેબલે માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો .
¤ ખાસ હાથની સફાઇ કરવી બિનજરુરી આંખ , નાક અને મોઢાનો સ્પર્શ હાથથી વારંવાર ના કરવો . – શરદી ખાંસીના દરદીઓથી અંતર રાખવું .
¤ વિષ્ણુસહસ્ત્ર મંત્રનો અથવા અન્ય મંત્રોનો જાપ કરવો . હળવો પ્રાણાયામ અને વ્યાયામ કરવો .
¤ એકકાલ ભોજન – દિવસમાં એક વાર ભોજન લેવું . સૂર્યાસ્ત પહેલા હલકુ ભોજન લેવૂ .
¤ જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ના લેવો .
¤ દિવસે ખાસ કરીને જમીને સુવુ નહી . તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહી .
¤ હળદર – મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા .
¤ સવારમાં નાકમાં નવસેકા તલના તૈલના બે બે ટીપા નાખવા . અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું .
¤ સંધ્યાકાળે ઘરમાં ( સલાઇ ગુગળ , ઘોડાવજ , સરસવ , લીમડાના પાન અને ગાયના ઘી ) નો ધૂપ કરવો .
¤ ઉકળતા પાણીમાં અજમો નાખી . નાસ લેવો .