અમદાવાદ, તા.8 એપ્રિલ, 2020: અદાણી જૂથના સીટી ગેસ વિતરણ બિઝનેસ અદાણી ગેસ લિમિટેડે તા.9 એપ્રિલ, 2020થી અમલમાં આવે તે રીતે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને ઘર વપરાશના પ્રાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ના ભાવમાં ઘટાડો કર્યો છે.
હરિયાણાના મહેન્દ્રગઢ ભૌગોલિક વિસ્તારમાં સીએનજીના ભાવમાં કી.ગ્રા. દીઠ રૂ.3.60 નો ઘટાડો કરાયો છે. ફરીદાબાદ અને ખજુરા વિસ્તારમાં કી.ગ્રા. દીઠ રૂ.2.75નો અને ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં રૂ.2.25નો ભાવ ઘટાડો કરાયો છે.
અમારા તમામ ભૌગોલિક વિસ્તારોમાં ઘરવપરાશના પીએનજીના ભાવમાં એસસીએમ દીઠ રૂ.1નો ભાવ ઘટાડો કરાયો છે.