રાધનપુરના ગોચનાદમાં વર્ષો જૂની પરંપરા મુજબ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરતી ચૌધરી સમાજની બહેનો
જીએનએ રાધનપુર: દેશભરમાં તેમજ મોટા શહેરોમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની વિવિધ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે રાધનપુર પાસે આવેલ ગોચનાદ ગામની ઊંચાડી શેરી ખાતે ચૌધરી સમાજની બહેન-દીકરીઓ દ્વારા વર્ષો જૂની ચાલી આવતી સંસ્ક્રુતિ અને પરંપરા મુજબ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ચૌધરી સમાજની બહેનો દ્વારા પોતાની સંસ્કૃતિને જાળવી રાખતા ટ્રેડિશનલ પહેરવેશ સાથે સજ્જ બની લોકગીતો સાથે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનો દ્વારા વર્ષો જૂની ચાલી આવતી પોતાની પરંપરા ને જાળવી રાખતા જુના મનમોહક લોકગીતો સાથે ગરબા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હત.
આ કાર્યક્રમને મધુબેન ગૌરી ચૌધરી, સંગીતા ચૌધરી, નીતાબેન, આશાબેન ચૌધરી અને સમસ્ત ચૌધરી સમાજની દીકરીઓ અને બહેનોએ પણ સાથે જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.