અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન ના પોલિસ ઈન્સપેકટર શ્રી કે એસ ચૌધરી સાહેબ નું સારવાર દરમ્યાન એપોલો હોસ્પિટલ મા સવારે મોત નીપજીયું
એકાદ પખવાડિયા પહેલા તેઓ ને કોરોના અને ન્યુમોનિયા સાથે ની બીમારી ની સારવાર માટે માંદગી ની રજા પર જઈ ને સઘન સારવાર શરુ કરાઈ હતી
બનાસકાઠા ના વતની એવા ચૌધરી સાહેબ ના નિધન ના સમાચાર મળતા પોલિસ બેડા મા
દુ:ખ ની લાગણી સાથે ખોખરા પોલિસ નો સમગઁ સ્ટાફ શોક મા ગરકાવ થયો
થોડાક મહિના પહેલા ખોખરા પોલિસ ઈન્સપેકટર તરીકે તેમની નિમણુંક થતા આ વિસ્તાર મા સૌ કોઈ ને સાથે લઈ ને નાગરિકો ની સેવા મા તત્પર રહેતા અને ફરજ બજાવતા અધિકારી ની અણધારી વિદાય થી સૌ કોઈ સ્તબ્ધ બન્યા
સદગત ના શબ ને તેમના વતન બનાસકાઠા મા અંતિમવિધી માટે લઈ જવા પરિજનો ભારે હૈયે વ્યવસ્થા મા લાગ્યા