સામખીયાળી પો.સ્ટે.મા પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડતી સામખીયાળી પોલીસ.

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ શ્રી સાગર સાંબડા સાહેબ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર રાપરનાઓ દ્વારા આપેલ સુચના અનુસંધાને સિનિયર પો.સબ ઇન્સ. શ્રી વાય.કે.ગોહિલ નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ એસ.વી.ડાંગર નાઓની ખાનગી બાતમી આધારે સામખીયારી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૧૨૩૦૦૨૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૬(૩) તથા પોક્સો એક્ટ કલમ ૪,૬,૮ મુજબના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમા રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર સાહેબ રાપરનાઓને સોપવા તજવીજ કરેલ છે .

આરોપીનુ નામ (૧) વિશન રતાભાઇ ચાવડા (કોલી) ઉ.વ.-૨૨ રહે -જુના ગામતળ આધોઇ હાલે રહે-બાબુભાઇ નારણભાઇ મણોદરાની વાડીએ (બોરડી સીમ) આધોઇ તા-ભચાઉ

આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એસ.વી.ડાંગર તથા પો.હેડ કોન્સ યુવરાજસિંહ ઝાલા તથા ભવાનભાઇ ચૌધરીનાઓ દ્વારા કરવામાં આવેલ છે .