*📌રાષ્ટ્રપતિએ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી*

 

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.

એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું, “જન્માષ્ટમીનાં શુભ અવસર પર, હું ભારત અને વિદેશના તમામ નાગરિકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.

 

ભગવાન કૃષ્ણનાં જીવન અને ઉપદેશોમાં ભલાઈ અને નૈતિકતાનો સંદેશ છે. તેમણે “નિષ્કામ કર્મ” ની વિભાવનાનો પ્રચાર કર્યો અને લોકોને “ધર્મ” માર્ગ દ્વારા સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ વિશે જણાવ્યું.

 

હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જન્માષ્ટમીનો આ તહેવાર આપણને મન, વચન અને કાર્યમાં સદાચારના માર્ગે ચાલવાની પ્રેરણા આપે.