ભચાઉ તાલુકા વાઢિંયા ગામે જન્માષ્મી પર્વ ધામધુમ થી ઉજવ્યુ

દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે, આ વખતે પણ આ તહેવાર એક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોએ આજે ​​ઉપવાસ રાખ્યા છે તો કેટલાક કાલે ઉપવાસ રાખશે.

તે જાણીતુ છે કે દેવકીનંદનનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. જો કે કાન્હાજીનુ દરેક સ્વરૂપ ખૂબ જ આકર્ષક છે પરંતુ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર તોફાની ‘લડ્ડુ ગોપાલ’ની પૂજા કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણ અહીં પોતાના બાલ્યકાળમાં મિત્ર સુદામાને મળ્યા હતા. સુદામા જ્યારે પોતાના દોસ્ત કૃષ્ણને મળવા આપ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મિત્રની દરિદ્રતા દૂર કરી હતી.

ભચાઉ તાલુકા માં વાઢીંયા ગામે જન્માષ્મી નો તહેવાર ની પ્રથમ સરુઆત શ્રી રામ મંદિર થી શરુઆત કરીને આખા વાઢિંયા ગામમાં રથ યાત્રા નુ ભવ્ય આયોજન કર્યુ હતુ. (૧) રામ મંદિર (૨) નવાવાસ (૩) દલીતવાસ (૪) ચોરાવારો વાસ (૫) દરબાર ગઢ (૭) રબારીવાસ (૮) કલ્યાણેશ્ર્વર મંદિર (૯) મોમાયનગર મા મટકી ફોરવામા આવી હતી અને ધામધુમ થી ઉજવવામા આવ્યો અને વડીલો, ગામના બાળકો, લહેનો, યુવાઓ, નાના બાળકો સર્વજનો ગરબા રમતા જોવા મળ્યા હતા. સારો સહયોગ આપી ને ધામધુમ થી જન્માષ્મી ની ઉજવવામા આવ્યો હતો.