*ગુજરાત બોર્ડની પરીક્ષામાં મસમોટું ડમી કાંડ કૌભાંડ ભાજપના નેતાના પુત્રનું નામ આવ્યું સામે 47 સામે ગુનો*

જૂનાગઢ એસઓજીના જાપ્તામાં આવેલા ત્રણેય નમૂના ગુજરાત બોર્ડની પરીક્ષામાં મસમોટું ડમી કાંડ કરવાની ફીરાકમાં હતા. પરંતુ પરીક્ષા શરૂ થાય તેની પૂર્વ સંધ્યાએ જ તેમનું આ આખુંયે કૌભાંડ ઝડપાઇ ગયું. પકડાયેલા આ ત્રણેય શખ્સોમાં એક છે. રાજેશ ગુજરાતી, રાણાભાઇ ગઢવી, પ્રવીણ ગઢવી જ્યારે રણજીત ગઢવી નામનો ચોથો આરોપી હજુ પોલીસને હાથ લાગ્યો નથી. પકડાયેલા આ શખ્સોમાં રાજેશ ગુજરાતની ઘરે બાતમીના આધારે દરોડા પાડતા ધો.10 અને 12ની વાર્ષિક પરીક્ષાની નકલી રિસિપ્ટ તૈયાર કરવાનો મોટો જથ્થો મળી આવ્યો.આરોપીઓ પાસેથી લેપટોપ પ્રિન્ટર સ્કેનર ઝેરોક્ષ સ્ટેમ્પ બનાવવાનું મશીન અલગ-અલગ પ્રિન્સિપાલના સ્ટેમ્પ 47 વિદ્યાર્થીઓની ઓરીજનલ બનાવટી તેમજ ઝેરોક્ષ રીસીપ્ટ કબજે કરી છે
2009માં ધોરણ-10ની પરીક્ષામાં પોતે ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે.પૂર્વ નગર સેવકના બે સંતાનોના નામનો ઉલ્લેખ હોવાની ચર્ચા આ આરોપીઓની સઘન પૂછપરછમાં ભૂતકાળના મોટા કાંડ બહાર આવે તો નવાઇ નહીં.