*સંસદ ભવન પટાંગણમાં જીવતા કારતૂસ સાથે યુવકો ઘૂસ્યો*

દિલ્હીની સંસદભવનના પટાંગણમાં ગુરૂવારે એક યુવક ખિસ્સામાં કારતૂસ સાથે ઝડપાયો છે આ યુવક કારતૂસ સાથે સંસદ ભવનમાં એન્ટ્રી કરવાનું વિચારી રહ્યો હતો ત્યાં જ પોલીસે તેને આંતરી લીધો હતો. દિલ્હી પોલીસે આ અંગેની જાણકારી આપી હતી. આ યુવકની ઓળખાણ અખ્તર ખાન તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સંસદના ગેટ નંબર 8 પરથી આ યુવક પ્રવેશ કરવાનું વિચારી રહ્યો હતો.દરમિયાન અહીં પોલીસે તપાસ કરતા તેને પકડી પાડ્યો હતો..સુરક્ષાજવાનોએ જ્યારે આ શખ્સની તપાસ કરી તો, તેના ખિસ્સામાંથી જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તપાસમાં પકડાયેલો આ શખ્સ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો હોવાનું જાણવા મળ્યું છે. જેનું નામ અખ્તર ખાન છે.પોલીસે આ શખ્સની ખૂબ પૂછપરછ કરી હતી.જો કે, તમામ પ્રકારની તપાસ બાદ પોલીસે આ યુવકને છોડી મુક્યો છે