*રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ શરૂ કર્યું લોબિંગ*

રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ લોબિંગ શરૂ કર્યું છે. તમામ સિનિયર નેતાઓ એક તરફ છે તો બીજી તરફ સામાજિક આગેવાનો પણ રાજ્યસભાની ટિકિટની માંગ કરી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. બુધવારે પ્રભારી રાજીવ સાતવે આગેવાનો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી પણ કોંગ્રેસના અનેક આગેવાનો અને ધારાસભ્યો સાથે દિવસભર બેઠકોનો દૌર યથાવત રહ્યો. રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીનું નામ પણ ચર્ચાનો વિષય બન્યું છે.જોકે પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભામાં જાય તેવી કોઈ પણ વાત નથી. સાથે દાવો કર્યો કે રાજ્યસભાની ચૂંટણીમાં અમે બંને બેઠક જીતવાના છીએ. ભૂતકાળની જેમ અમારા એકપણ ધારાસભ્ય તૂટવાના નથી