*દાહોદ નજીક મુંબઇ મુખ્ય રેલ્વે માર્ગ પર ટ્રેનનો ભયંકર અકસ્માત*

 

🔸12 ડબ્બા એકબીજા પર ચડી ગયા

 

રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે સમારકામમાં લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. આ દરમિયાન રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યે કોઈ કારણસર પાછળથી ૧૭થી ૧૮ ડબ્બા છૂટા પડી ગયા હતા. ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ ઉપરાંત રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો.

આ ઉપરાંત રેલવે લાઇનના કેબલને ભાર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો. અકસ્માતને પગલે વહેલી સવારથી જ રેલવે તરફથી રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રેલવેના અધિકારીઓ આશા રાખી રહ્યા છે કે બપોર સુધી કેબલ જાેડવાથી લઈને ટ્રેક સરખો થઈ શકે છે.