*ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ મોઢા પર માસ્ક બાંધી હોળીની ઉજવણી કરી*

રતઃરિંગરોડ પર આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં દરવર્ષ કરતાં આ વર્ષે અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના વાયરસના ભય વચ્ચે ઘણી જગ્યાએ હોળીના કાર્યક્રમો રદ્દ થયાં છે ત્યારે અમુક ટેક્સટાઈલ માર્કેટમાં સેનેટાઈઝરનો ઉપયોગ કરીને મોઢા પર માસ્ક બાંધીને હોળીની ઉજવણી કરવામાં આવી હતી.ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં હોળીનો તહેવાર મુખ્ય હોય છે. જેથી આ તહેવારની ઉજવણી સાથે કોરોનાથી બચવા માટે સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે.