*યાત્રાધામ સોમનાથ મંદિર મામલે નિર્ણય 11 હજાર રૂપિયા લગ્નવીધી અને જમવાનું મફત*

યાત્રાધામ સોમનાથમાં હવે ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે.યાત્રાધામ સોમનાથમાં હવે બારેમાસ ભાવિકોની ભારે ભીડ રહે છે.જેથી ખાનગી હોટેલોમાં વધારે રૂપિયા ચુકવવા પડતા હતા.પરંતુ તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટની દીલ્હી ખાતે મળેલી બેઠકમાં સોમનાથ આવતાં તમામ યાત્રીકોને વિના મુલ્યે ભોજન મળે તે માટે અન્નક્ષેત્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે..આ નિર્ણય અંતર્ગત વિશાળ અન્નક્ષેત્રની સુવિધા સાથેનું બિલ્ડીંગ બનાવશે, સાથે દીકરા કે દીકરીના લગ્ન માટે 11 કરોડના ખર્ચથી બનેલ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં તમામ સામગ્રી સાથે ગોરમહારાજ અને સુવિધા સાથે લગ્નવીધી પણ ટ્રસ્ટ કરાવી આપશે જે માટે 11 હજાર રૂપિયાનો ખર્ચ થશે જેમાં લગ્ન રજીસ્ટર પ્રમાણપત્ર પણ ટ્રસ્ટ દ્રારા અપાશે.