*૧૦ બેન્કો મર્જર થશે કેબિનેટે આપી મંજૂરી*

કેન્દ્રીય મંત્રી મંડળે 0 સરકારી બેંકોનો વિલય કરી ચાર મોટી બેંક બનાવવાની મંજૂરી આપી દીધી નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, મંત્રીમંડળે વિલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને સરકાર આ બેંકો સાથે સતત સંપર્કમાં છે. સીતારમણે કહ્યું કે, બેંકોના વિલયની પ્રક્રિયા ચાલુ છે અને તેનો નિર્ણય દરેક બેંકોનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પહેલા જ લઈ ચૂક્યું છે. નરેન્દ્ર મોદી સરકારે ગત વર્ષે ઓગસ્ટમાં બેંકોના મેગા મર્જરની જાહેરાત કરી હતી. યોજના મુજબ, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ નો પંજાબ નેશનલ બેંકમાં વિલય થશે.
કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકનો વિલય કરવામાં આવશે જ્યારે કે યુનિયન બેંક,આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનો વિલય કરી દેવાશે આ ઉપરાંત ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકનું પણ વિલિનિકરણ કરી દેવાશે. જોકે, બેંક યુનિયનોનું માનવું છે કે, બેંકિંગ સેક્ટર્સની સમસ્યાઓનું સમાધાન બેંકોના વિલયથી નહીં થાય અને તેમણે સરકારના આ પગલાંનો વિરોધ કર્યો છે