તુર્કીમાં અપહરણ કરાયેલા બે ગુજરાતી દંપતીનો 18 લાખમાં છુટકારો વડોદરાના સલીમ નામના એજન્ટ મારફતે તેમને અમેરિકા મોકલવાનું ગોઠવાયું હતુંપરિવારજનોએ એજન્ટના માણસને પોતાના સ્વજનો મુક્ત થાય નહીં ત્યાં સુધી બંધક બનાવ્યા હોવાની ચર્ચાતુર્કીમાં બે ગુજરાતી દંપતીના અપહરણ બાદ રૂપિયા ૧૮ લાખ આપતા તેમનો છુટકારો થયો હતો. વડોદરાના સલીમ નામના એજન્ટે તેમને અમેરિકા પહોંચાડવાની જવાબદારી લીધી હતી પરંતુ તેમનું અપહરણ થઈ જતા જે દંપતીના અપહરણ થયા હતા તેમના પરિવારજનોએ એજન્ટના એક માણસને બંધક બનાવી રાખ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પોતાના સ્વજનો મુક્ત થઈ જતા એજન્ટના માણસને પણ મુક્ત કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ ઘટના સંદર્ભે કોઈપણ પ્રકારની પોલિસ ફરિયાદ કે કાનૂની કાર્યવાહી નહીં થઈ હોવાનું અમદાવાદના એજન્ટો જણાવી રહ્યા છે.અમેરિકા જવાની ઘેલછામાં કલોલ પાસેના એક જ પરિવારના ચાર સભ્યો અમેરિકા કેનેડા બોર્ડર પર ઠંડીમાં ઠુઠવાઈ અને મૃત્યુ પામ્યા છે. જેને લઇને હવે ખોટી રીતે લોકોને વિદેશ પહોંચાડવાની વાતો કરતા એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હવે આ ઘટના બાદ લોકોમાં પણ થોડી જાગૃતિ આવે તેવું જાણકાર માની રહ્યા છે.જે દિવસે પટેલ પરિવારના ચાર સભ્યોના અમેરિકા કેનેડા બોર્ડર પર મૃત્યુ થયા તે દિવસોમાં તુર્કીમાં રાખવામાં આવેલા પાંચ ગુજરાતી પરિવારો પૈકી બે દંપતીના અપહરણ થયા હોવાની વાતે જોર પકડ્યું હતું.આ સંપૂર્ણ ઘટનાની તપાસ કરતા અમદાવાદના કેટલાક જાણીતા એજન્ટોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અમદાવાદ, કલોલ તથા કડીમાં ઓફિસ ધરાવતા એજન્ટ મારફતે આ તમામ પરિવારો તુર્કી ગયા હતા અને ત્યાંથી તેમણે અમેરિકા પહોંચાડવાનું નક્કી થયું હતું. અમદાવાદ સાયન્સ સિટી ખાતે રહેતા એજન્ટે પાંચ પરિવાર પૈકી બે કપલ ને વડોદરાના સલીમ નામના એજન્ટ મારફતે અમેરિકા મોકલવાની ગોઠવણ કરી હતી.સલીમના માણસ પાસે બંને ગુજરાતી કપલ પહોંચ્યા કે તરત તેમના મોબાઈલ બંધ થઈ ગયા હતા. સ્વજનો કોલ કરતા તેમના ફોન બંધ હોવાથી તેઓ ચિંતિત બન્યા હતા. દોઢ એક દિવસ સુધી ફોન બંધ રહ્યા અને ત્યાર બાદ પરિવારજનો ઉપર કોલ આવ્યો હતો કે ચોક્કસ રૂપિયા મોકલાવી દો ત્યારે તમારા સ્વજનની મુક્તિ થશે.તરત જ અપહરણ થયેલા દંપતીના સ્વજનો સાયન્સ સીટી રહેતા એજન્ટના ઘરે પહોંચી ગયા હતા અને પોતાના સ્વજનોનું તુર્કીમાં અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું. એજન્ટે પણ તેમને તાત્કાલિક મુક્ત કરાવી દેવાની ખાતરી આપી હતી. હવે અમદાવાદના એજન્ટો માં એવી ચર્ચાએ જોર પકડયું છે કે તુર્કીમાં જે બે કપલ નું અપહરણ થયું હતું તેમના પરિવારજનોએ સાયન્સ સીટીમાં રહેતા એજન્ટ અથવા તેના કોઈ માણસને ત્યાં સુધી પોતાના સ્વજનો મુક્ત થઈ જાય ને ત્યાં સુધી બાંહેધરી રૂપે પોતાની પાસે બંધક રહેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને એજન્ટોના એક માણસને પોતાની જોડે રાખી લીધો હતો.આખરે ૧૮ લાખ રૂપિયા આપતા તુર્કીમાં બંને ગુજરાતી દંપતીનો છૂટકારો થયો હતો અને તેઓએ પોતાના પરિવારજનોને જાણ કરી ત્યારે એજન્ટના માણસને પણ મુક્ત કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ ઘટના સંદર્ભે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી નહીં થઈ હોવાનું અમદાવાદના એજન્ટો જણાવી રહ્યા છે
Related Posts
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત 1 જાન્યુઆરીથી કેશ ટોલ લાઈન બંધ કરી દેવાશે અને ફાસ્ટેગ વિનાના વાહનને…
સુરતમાં ગોપાલ ઇટાલિયાને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા.
સુરતમાં કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની , આપ અને ભાજપ વચ્ચે ધકકામુક્કી અને હોબાળો જોવા મળ્યો હતો. આપના નેતાઓને…
ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સિનિયર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના 100થી વધુ સિનિયર રેસિડેન્ટ…