*ગાંધીનગરમાં ધોળેદિવસે યુવકને તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંક્યાં કાયદાનો કોઈને ડર નથી*

ગાંધીનગરમાં સવારે 8 વાગ્યાના અરસામાં એક કારમાં અંદાજે ચાર જેટલા શખ્સોએ આવીને ધર્મેન્દ્રસિંહ રાઓલ નામના યુવકને ઝડપ્યા બાદ તેને જબરદસ્તીપૂર્વક કારમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં યુવકે પ્રતિકાર કરતા અપહરણકારોમાંથી એક શખ્સે પોતાની પાસે રહેલા તિક્ષ્ણ હથિયાર વડે ઘા પર ઘા ઝિંક્યા હતા.તો નજીકમાં હાજર એક વૃદ્ધ સજ્જને પોતાની લાકડી વડે અપહરણકાર પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અપહરણકારે બચાવાની કોશિષ કરનાર વૃદ્ધ સામે પણ છરી વીંઝી હતી. આમ અનેક લોકોની નજર સામે સેકટર પાંચમાં અપહરણની ઘટના બની હતી