જામનગરમાં સ્વંયમ સેનિક દળ દ્વારા યોજવામાં આવ્યા ધરણા. યુપી દુષ્કર્મ અને વકીલ હત્યા કેસમાં તાત્કાલિક સજાની કરી માંગ.

જામનગરમાં જિલ્લા પચાયત સામે સ્વંયમ સેનિક દળ દ્વારા ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું…સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્વંયમ સેનિક દળ ના કાર્યકરો મૌન રહી ધરણા યોજ્યાં હતા. સમગ્ર દેશમાં હાથરસ દુષ્કર્મ કેસના પડઘા પડ્યા છે અને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આરોપીઓને ફાંસીની સજા આપવી જોઈએ તેવી તમામ લોકો માંગ કરી રહયા છે. કચ્છમાં જે પ્રકારે વકીલની ઘાતકી હત્યા કરવામાં આવી તેના આરોપીઓને પણ કડકમાં કડક સજા થાય તેવી માંગ સ્વંયમ સેનિક દળ દ્વારા કરવામાં આવી આ દેશમાં નિર્ભયા કાંડ બાદ સૌથી વધુ ચર્ચિત હાથરસ કાંડનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. દેશભરમાં અનેક જગ્યાએ ધરણાં પ્રદર્શન તેમજ રેલીઓ નીકળી રહી છે… તમામ આરોપીઓ વિરુદ્ધ કડક માં કડક પગલા લેવાય તેવી સ્વયં સૈનિક દળ દ્વારા માંગ કરવામાં આવી છે..જો કે હજુ હાથરસની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જામનગરમાં પણ ગૅગરેપની ઘટના બની છે જેના માટે પણ ઠેર ઠેર વિરોધ અને ધરણા યોજાઈ રહ્યા છે.