*હત્યાના કેસમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય દોષિત*

ઉન્નાવ રેપ કેસની પીડિતાના પિતાની હત્યાના કેસમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે બુધવારે ચુકાદો આપતા કહ્યું કે, કુલદીપ સેંગરનો આશય ન હતો, પરંતુ જે પ્રકારે તેમને માર મારવામાં આવ્યો તે ક્રૂરતાભર્યો હતો. જેથી તમને દોષિત ઠેરવવામાં આવે છે. સજાની જાહેરાત 12 માર્ચે થશે