અમદાવાદ

સંજીવ રાજપૂત

 

પીસીબીએ કર્યો વિવિધ બ્રાન્ડની બોટલમાં ઈંગ્લીશ દારૂ બનાવી વેચવાનો પર્દાફાશ

 

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઘરમાં વિદેશી દારૂ બનાવી વેચવાનાનો પીસીબીએ પર્દાફાશ કરી માસ્ટર માઇન્ડની કરી ધરપકડ.

*પીસીબીએ કર્યો વિવિધ બ્રાન્ડની બોટલમાં ઈંગ્લીશ દારૂ બનાવી વેચવાનો પર્દાફાશ*

 

ગાંધીના ગુજરાતમાં બેરોકટોક દારૂના વેચાણ અંગે વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે અને ગુજરાતમાં દારૂ વેચવાના ઘુસેડવાના અવનવા કિમીયાઓ અજમાવવામાં આવતા હોય છે ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં આવેલ અભિલાષ એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ બનાવતા માસ્ટર માઇન્ડની અમદાવાદ પીસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીસીબી સ્કોડના પીએસઆઇ જે. જી. ચારણે પોતાની ટિમ સાથે રેડ કરી હતી. રેડ દરમિયાન વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો જોઈ ટિમ ચોકી ઉઠી અને વધુ તપાસ કરતા ઘરમાંથીજ ડુપ્લીકેટ ગેરકાયદેસર રીતે ઈંગ્લિશ દારૂનો જથ્થો આરોપી બનાવતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી કુણાલ મચ્છર વિવિધ ઈંગ્લીશ દારૂની બોટલો ઉપર જાતેજ સ્ટીકરો લગાવી ઘરમાજ પેકીંગ કરતો હતો. જે આરોપીની ધરપકડ કરી અભિષેક ઉર્ફે અભી મોદી અને ધર્મેશ ઉર્ફે કાચોને પકડી પાડવામાં પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.