રાજ્યના ગૃહમંત્રી પહોંચ્યા જામનગર. સ્વિમિંગ પુલ અને વોલીબોલ કોર્ટનું કર્યું લોકાર્પણ.
જામનગર: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્વિમિંગ પુલ અને વોલીબોલ કોર્ટનું લોકાર્પણ કર્યું હતું.
જામનગર ખાતે વીરાન્જલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પહોંચ્યા હતા જ્યાં તેમના આગમન પહેલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. હર્ષ સંઘવી સ્પોર્ટ્સ બંગલો ખાતે પહોંચ્યા હતા જ્યાં ઉપસ્થિત બાળકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. હર્ષ સંઘવી દ્વારા સ્પોર્ટ્સ બંગલો ખાતે નવીન સ્વિમિંગ પુલ અને વોલીબોલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો વોલોબોલ કોર્ટના ઉદ્ઘાટન બાદ તેઓએ વોલોબોલ દ્વારા ગોલ કરતા આ રમતનો આનંદ પણ માણ્યો હતો.
આ લોકાર્પણ પ્રસંગે જામનગરના સાસંદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી આર સી ફળદુ, ધારાસભ્ય ધર્મેદ્રસિંહ જાડેજા, એસપી પ્રેમસુખ ડેલું, જામનગર કલેક્ટર પારધી સાહેબ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર ખરાડી, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા સહિત ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલભાઈ કગથરા સહિત સ્પોર્ટ્સ અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન બાદ તેઓ જામનગર ખાતે આયોજિત વિરાનજલી કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા.