મહિલા ડિલિવરી માટે ગઈ, ડૉક્ટરોએ બાળકનું માથું કાપી ગર્ભાશયમાં છોડી દીધું!.
પાકિસ્તાનમાં બિનઅનુભવી ડોક્ટરોની બેદરકારીને કારણે એક હિન્દુ મહિલા મરતા-મરતા બચી ગઈ. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાની સર્જરી દરમિયાન ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રના તબીબોએ બેદરકારીપૂર્વક બાળકનું માથું કાપીને ગર્ભાશયની અંદર છોડી દીધું હતું. જ્યારે મહિલાની હાલત ગંભીર બની જતાં તેને સારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.