આ આર્ટ ગેલરી અમદાવાદ શહેર માં એસ જી હાઇવે ઉજલા સર્કલ પાસે આવેલ છે. ઉદઘાટન ના પ્રસંગે શ્રી જય પંચોલી ,શ્રી મનહર કાપડિયા અને શ્રી તરુણ કોઠારી મહેમાનો ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી ગેલેરી ખુલ્લી મૂકી હતી. અમદાવાદ શહેર ના બીજા કલાકાર પણ ગેલરી ની મુલાકાત લીધી હતી જેમાં જીગર પંડ્યા, હંસા પટેલ, નયના મેવાડા,અનિલ શ્રીમાળી , કુલીન પટેલ, દિલીપ દવે, ખુશ્બુ પડાયા, હસમુખ રાવલ,રમેશ હાલારી, પ્રીયા પરિયાની .
સાથે સાથે ગેલરી માં નેશનલ આર્ટ શો પણ ખુલ્લો મૂક્યો હતો. જેમાં દેશના અલગ અલગ જગ્યાએથી જેમ કે અમદાવાદ ભાવનગર,સુરત,બરોડા,પાટણ,પોરબંદર,મુંબઈ, વેસ્ટ બેંગાલ, કોલકાતા,આસામ, યુએઇ,નેપાળ,શ્રીલંકા ના આર્ટીસ્ટો એ ભાગ લીધો હતો .
જ્યારે આપણા અમદાવાદ થી હંસા પટેલ ,નયના મેવાડા,કેના મુલતાની, કિંજલ ઓડેદરા,ઝલક ચૌહન,નેહા રંગોટે, ગરિમા શાહ, કૌશિક પટેલ, પ્રશાંત પટેલ, હેમંત પંડ્યા, ખુશ્બુ પડાયા, રૂપલ ભટ્ટ, સંદીપ પ્રજાપતિ એ ભાગ લીધો હતો.
તથા ભાવનગર થી અભિવ્યક્તિ આર્ટ કલાસ માંથી નિરાલી દોશી,ઓમકાર જોશી, અનુશ્રીબા રાણા,દિયા શાહ,રાજવી પરમાર,સમાર્યા બંસલ,સોનલ ભાલાની એ ભાગ લીધો હતો. મુંબઈ થી મધુરા કુલકર્ણી,આસામ થી અર્ણબ દરપંગ, વેસ્ટ બેંગાલ થી સાગનીક સેન,વાપી થી સરગમ ગોધાણી,બરોડા થી રચના ,યુએઇ થી નીલિમા, મધ્યપ્રદેશ થી આરતી પાલીવાલ એ પણ ભાગ લીધો હતો.
આ નેશનલ પ્રદશન માં અલગ અલગ પેન્ટિંગ જોવા મળ્યા હતા જેમાં મોડર્ન આર્ટ , મિક્સ મીડિયા ,ઓઇલ ઓન કેનવાસ, એક્રીલિક ઓન કેનવાસ , રિલીજીયસ,નેચરલ,હેરિટેજ,ઓઇલ પેસ્ટલ કલર,બોટલ આર્ટ, એન્ટિક મેટલ આઈટમ નો સમાવેશ થાય છે.ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી ના સ્થાપક અને જાણીતા હેરિટેજ ફોટોગ્રાફર શ્રી સ્વપ્નીલ આચાર્ય દેશ ના કલાકારો ને મંચ મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહી આર્ટ ને લગતી ઇવેન્ટ અવાર નવાર કરતા રહેતા હોય છે.
તેમને અનેક નેશનલ અને ઇન્ટરનેશનાલ એવોર્ડ મળ્યા છે.જેમાં ભારતીય શાન એવોર્ડ ,ઇન્ડિયા સ્ટાર પર્સનાલિટી એવોર્ડ, એક્ષલેન્સ એવોર્ડ, પ્રેસ્તિજિયસ એવોર્ડ થી સન્માનિત થયેલા છે.
તેમને પોતાના પ્રદશન અમદાવાદ ઉપરાંત ઇન્દોર, મુંબઈ,શિમલા,ગોઆ,જયપુર,ઉદેપુર,ભોપાલ, થાણે, તથા ઇન્ટરનેશનાલ ગ્રુપ પ્રદશન દુબઈ, ઈન્ડોનેશિયા,યુરોપ,યુગાન્ડા,નેપાળ, થાઇલેન્ડ, મ્યાનમાર,કેન્યા માં કર્યું હતું. તેમને અલગ અલગ વર્લ્ડ રેકોર્ડ માં પણ નામ નોંધ્યા છે.તેઓ સારા વ્રાઇટર પણ છે. તેમને અત્યાર સુધી અલગ અલગ વિષય પર ૩૦૦ થી વધુ આર્ટિકલ લખ્યા છે જે અલગ અલગ મેગેઝિન અને ન્યૂઝ પોર્ટલ પર પબ્લિશ થયા છે.