રાજપીપલા શહેરમાં યુધ્ધના ધોરણે હાથ ધરાયેલી સાફ-સફાઇ, જંતુનાશક
દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી
રાજપીપલા,તા 20
ગુજરાતના “તાઉ-તે” વાવાઝોડા અને વરસાદ બાદ રાજપીપલા નગરપાલિકાના તમામ વિસ્તરોમાં આજે વહેલી સવારથી જ સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડરનો છંટકાવ ઉપરાંત ૬ જેટલા મશીનોથી સેનીટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ પણ શહેરની સાફસફાઇ અને સ્વચ્છતાની ઉક્ત કામગીરીમાં વિશેષ લક્ષ આપી રહ્યાં છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર હેમેન્દ્રસિંહ માત્રોજાની રાહબરી હેઠળ નગરપાલિકાની ૪ જેટલી ટીમો ઉક્ત કામગીરીમાં જોડાઇ હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા સતત જારી રાખીને શહેરના તમામ વિસ્તારોને આવરી લેવાશે તેવી કાર્યવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા