આર્મીમાં જવા માગતા યુવાનો માટે મોદી સરકારે કરી આ મોટી જાહેરાત!.
રક્ષામંત્રી રાજનાથસિંહે મોદી સરકારના ‘મિશન અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સેનામાં 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિપથ યોજના હેઠળ ભારતીય યુવાનોને સશસ્ત્ર દળોમાં ‘અગ્નવીર’ તરીકે સેવા આપવાની તક પૂરી પાડવામાં આવશે. આ યોજના દેશની સુરક્ષાને મજબૂત કરવા અને આપણા યુવાનોને સૈન્ય સેવાની તક આપવા માટે લાવવામાં આવી છે.