બળાત્કારના કેસમાં ફસાયેલા ભાજપના ધારાસભ્યને ક્લિન ચિટ

યુપીના ભદોહીથી ભાજપના ધારાસભ્ય રવીન્દ્ર નાથ ત્રિપાઠીને સામૂહિક દુષ્કર્મના કેસમાં પુરાવાના અભાવે ક્લીન ચિટ મળી ગઈ છે. અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, જો કે, તેમના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે. બુધવારના રોજ કરવામાં આવેલી ફરિયાદમાં અન્ય પાંચ લોકોને પણ છોડી મુકવામાં આવ્યા છે. વારાણસીથી 40 વર્ષીય એક મહિલાએ ભાજપના ધારાસભ્ય અને તેમના ભત્રીજા સહિત અન્ય પાંચ લોકો સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ એસપીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને અન્ય પાંચ આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નહીં મળતા તેમને ક્લિન ચિટ આપવામાં આવી છે.