ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ નેતાના અનુસાર ઉમેદવાર કોંગ્રેસનો હશે અથવા ટીએમસીનો. સૂત્રોના અનુસાર કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ગુલાબ નબી આઝાદના નામ પર પાર્ટીના પ્લેટફોર્મ પર ચર્ચા થઇ ચૂકી છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે ગુલાબ નબી આઝાદના નામ પર વિપક્ષી દળોમાં સામાન્ય સહમતિ બનવી સરળ રહેશે.