રીક્ષામાં મહિલાઓને બેસાડી છળકપટથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના પડાવી લેતી ભેજાબાજ ટોળકીને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ
રિપોર્ટ✍️:મનિષ કંસારા
ભરૂચ: ગત તા.૨૩/૦૪/૨૦૨૨ ના રોજ ભરૂચ શહેરના નર્મદા ચેનલ સામેથી મહિલા ફરિયાદીને રીક્ષામાં બેસાડી, રીક્ષા ચાલક તથા સાથે રહેલ અન્ય સ્ત્રીએ ફરિયાદી મહિલા વૃદ્ધ હોય તેનો લાભ લઈ વિશ્વાસમાં લઈ સોનાનાં દાગીના પડાવી લઈ ગયેલ, જે બાબતે ભરૂચ શહેર “એ” ડિવિ. પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ભાગ એ-૦૪૨૬/૨૦૨૨, ઇ.પી.કો.કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવતાં, તાજેતરમાં આ પ્રકારનાં બનાવો બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય , જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ, આવા બનાવો અટકાવવા તથા શોધી કાઢવા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે.
પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડ ભરૂચ શહેર “એ” ડિવિઝન પો.સ્ટે. નાઓ દ્વારા ઉપરોક્ત ગુનો શોધી કાઢવા તથા આવા બનાવો અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તથા જરૂરી સુચનાઓ આવેલ, જે આધારે પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફનાં માણસોએ ગુનો શોધી કાઢવા ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ “ઇગુજકોપ” અંતર્ગત ફાળવવામાં આવેલ “પોકેટકોપ” મોબાઇલ તથા “VISWAS પ્રોજેક્ટ” અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ એક મહિલા તથા રીક્ષા ચાલક અને મુદ્દામાલ રાખનાર સોની એમ કુલ-૦૩ આરોપીને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.
આગામી દિવસોમાં ભરૂચ શહેર “એ” ડિવિઝન પો.સ્ટે. આવા બનાવો બનતા અટકાવવા તથા શોધી કાઢવા કટીબધ્ધ છે.
શોધી કઢાયેલ ગુનાની વિગત: (૧) ભરૂચ શહેર “એ” ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. ભાગ એ-૦૪૨૬/૨૨ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ (૨) ભરૂચ શહેર “એ” ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. ભાગ એ-૦૫૩૫/૨૨ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ (૩) ભરૂચ શહેર “એ” ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. ભાગ એ-૦૫૩૬/૨૨ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ
આરોપીના વોન્ટેડ ગુનાની વિગત: (૧) સુરત શહેર ખટોદરા પો.સ્ટે. ગુ.ર.નં. ભાગ એ-૦૫૨૫/૨૨ ઇ.પી.કો. કલમ-૪૨૦,૩૪ મુજબ (૨) સુરત શહેર ઉધના પો.સ્ટે. ગુ.ર.નં. ભાગ એ-૧૦૬૨/૨૨ ઇ.પી.કો. કલમ-૩૯૨,૩૪,૧૧૪ મુજબ
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) સોનાની બંગડી નંગ-૦૫ (આશરે ૫ર ગ્રામ) કિં.રૂ.૨,૨૯,૦૦૦/- (૨) સોનાની ચેન નંગ-૦૩ (આશરે ૩૬ ગ્રામ) કિં.રૂ. ૧,૪૬,૨૦૦/- (૩) સોનાની વિંટી નંગ-૦૧ (૦૫ ગ્રામ) કિં.રૂ. ૨૨,૫૦૦/- (૪) એક ઓટો રીક્ષા કિં.રૂ. ૫૦,૦૦૦/- (૫) મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ. ૩,૫૦૦/- (૬) રોકડા રૂપિયા ૮,૪૮૦/- કુલ મુદ્દામાલ કિં રૂ.૪,૫૯,૬૮૦/-
પકડાયેલ આરોપીઓ: (૧) મોહમ્મદ અસ્પાક મોહમ્મદ અબ્બાસ શેખ હાલ રહે.૨/૩૨૬૯, આલીડીંગી વાડ , ઢાલ પાસે, ભરૂચ મુળ રહે. આમન એપાર્ટમેન્ટ, આશિયાના એપાર્ટમેન્ટની સામે, કોસંબા , સુરત (૨) શાહીન WD/O યાસીનભાઈ અબ્દુલ શેખ હાલ રહે. ૨/૩૨૬૯, આલીડીંગી વાડ, ઢાલ પાસે, ભરૂચ મુળ રહે. ૨૦૬, સંજયનગર, રોડ નં.-૦, ઉધના, સુરત (૩) ભરતભાઈ બાબુભાઈ સોની રહે. ૧૩, વલ્લભનગર સોસાયટી, તરસાળી, કોસંબા, સુરત(મુદ્દામાલ ખરીદનાર સોની)
પકડાયેલ આરોપીઓની ગુનો કરવાની એમ.ઓ.: મજકુર આરોપીઓ એક રીક્ષામાં કોસંબા, સુરતથી અત્રે આવી ભરૂચના અલગ-અલગ વિસ્તારમાં ફરતા હોય અને રસ્તામાં કોઇ સોના-ચાંદીના દાગીના પહેરેલ મહિલાને જોતાં તેઓની પાસે રીક્ષા ઉભી રાખી, પોતાની રીક્ષામાં બેસાડી ઘર સુધી છોડી દેવાનો ભરોસો આપી, મહિલા આરોપી પેસેન્જર મહિલાએ પહેરેલ સોના-ચાંદીના દાગીના છળકપટથી યેન-કેન પ્રકારે કઢાવી લઇ પોતાની પાસે રાખી લઇ, પેસેન્જર મહિલાને રસ્તામાં ગમે-ત્યાં ઉતારી નાસી જઇને ગુનો કરવાની ટેવ ધરાવે છે. તેમજ મજકુર પકડાયેલ આરોપીઓએ ભરૂચ શહેર તથા સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં આ પ્રકારે મહિલાઓને બેસાડીને તેઓના સોના-ચાંદીના દાગીના કાઢી લઇ ગુનાઓ આચરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ: પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડ, પો.સ.ઇ. આર. કે. ધુળકર, હે.કો. જીતેન્દ્રભાઈ, પો.કો. સરફરાજ, પો.કો. પંકજભાઈ, પો.કો. કાનુભાઈ, પો.કો. મહેશભાઈ, પો.કો. શક્તિસિંહ, પો.કો. અજયસિંહ, પો.કો. વિજયભાઈ, પો.કો. ધર્મેન્દ્રભાઈ, પો.કો. દિક્ષીતભાઈ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.