સુરત, વિવાદીત ટીકટોક ગર્લ કિર્તી પટેલે ઝઘડો કરી હુમલો કરતા પોલીસે ધરપકડ કરી

સતત વિવાદોમાં રહેતી ટીકટોક ગર્લ કિર્તી પટેલની પુણા પોલીસે ધરપકડ કરી છે. થોડા સમય અગાઉ કિર્તી પટેલે ટિકટોક વીડિયો બનાવવા મુદ્દે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા તેની પુણા પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે ટીકટોક ગર્લ કિર્તી પટેલનીરઘુ ભરવાડ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં તેની ધરપકડ કરાઈ છે. કિર્તી પટેલે હનુ ભરવાડ નામના શખ્સ સાથે મળી આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. કિર્તી પટેલના એક વિવાદીત વીડિયો અંગે રઘુ ભરવાડે રજૂઆત કરી હતી. રજૂઆત સમયે હનુ ભરવાડ સાથે મળી કિર્તીએ હુમલો કર્યો હતો. કિર્તી પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કિર્તીએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે 307ના ગુના ધરપકડ કરી છે.
થોડા દિવસ પહેલા જ વન વિભાગે કિર્તી પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો. ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાને વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે ટિકટોક સ્ટારને રૂપિયા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો ઉતારનાર યુવકને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.