વાર્તાકાર.નવલકથાકાર,વિવેચક,લોકસાહિત્યકાર,મધ્યકાલીન સાહિત્ય,આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન.

પ્રેસનોટ :
વાર્તાકાર.નવલકથાકાર,વિવેચક,લોકસાહિત્યકાર,મધ્યકાલીન સાહિત્ય,આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ અમદાવાદ ખાતે એમના નિવાસસ્થાને તા. 10 ડિસેમ્બર ગુરુવારના રોજ વહેલી સવારે દુઃખદ અવસાન થયેલ છે.
જેના કારણે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ શોકની લાગણી અનુભવે છે. એમની પાછળ નયન યાજ્ઞિક,પૂર્વી યાજ્ઞિક, પરિધિ યાજ્ઞિક,યુવા ઐય્યાર, એસ. રામદાસ, સ્નેહા ઐય્યાર પરિવાર જનોને રડતા મૂકીને ગયા છે.એમની પાછળ બેસણું-લોકિક ક્રિયાઓ રાખી નથી.