*ફડણવીસને સોગંદનામામાં સાચી વિગતો છૂપાવવાનો સુપ્રીમ ઝટકો*

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આંચકો આપ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. હવે ફડણવીસ પર ચૂંટણી સોગંદનામામાં માહિતી છૂપાવવા બદલ કેસ ચાલશે. આ પહેલાં 18 ફેબ્રુઆરીએ દેવેન્દ્ર ફડણવીસની અરજી સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ફડણવીસે 2014ના ચૂંટણી સોગંદનામામાં પોતાની સામે લાંબા સમયથી અપરાધી કેસોની માહિતી ના આપવા બદલ કેસનો સામનો કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ફેરવિચારણા કરવાની વિનંતી કરી હતી.