*કાળજુ કંપાવી ઘટના ટ્રીપલ અકસ્માતમાં 10નાં મોત*

તાપીના સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નેંબર 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નિપજ્યા છે અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, અડધી બસ ચીરાઈ ગઈ હતી અને ટેન્કરનો પણ આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો. આ જ સ્થિતિ જીપની પણ હતી. પૂરઝડપે આ વાહનો ટકારાયા હતા