*નિર્ભયાના નરાધમોને આજે પણ ફાંસી નહીં મળે*

નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા મુદ્દે ફરી એક વખત તારીખ પડી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય આરોપીઓને ફાંસી આપવા પર રોક લગાવી છે. કોર્ટ દ્વારા આગામી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી તમામ આરોપીઓની ફાંસી પર રોક લગાવાઇ છે. નિર્ભયાના દોષિતોની 3 માર્ચે ફાંસી ટાળવાની અરજી પર પટિયાલા હાઉસકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. જે દરમ્યાન કોર્ટે આગામી આદેશ ન આવે ત્યાં સુધી ચારેય દોષીતોની ફાંસી પર સ્ટે આપ્યો છે.