*ગુજરાતમાં દારૂ બન્યું બિચારૂ રૂપાણી સરકારની પોલ ખૂલી*

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક કર્યાની ગુલબાંગો વચ્ચે ગુજરાત વિધાનસભામાં જે આંકડાઓ સામે આવ્યા છે એ ચોંકાવનારા છે. દારૂબંધીવાળા ગુજરાતમાં રાજ્યમાં સરકારને દારૂના અડ્ડા અને બુટલેગરોની કુલ 9081 ફરિયાદો મળી છે. જેના પરથી એ વાત સામે આવી છે કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે દારૂ અંગેની અઢળક ફરિયાદોથી શરમાઇ રહ્યું છે ગુજરાત ભાજપ સરકારમાં દારૂબંધીના કડક કાયદા કર્યાના દાવા તો એવા એવા મોટા થાય છે કે એમ જ લાગે કે હવે કોઇ ચમરબંધીને છોડાશે નહીં. પરંતુ જ્યારે વિધાનસભામાં દારૂને લગતી ફરિયાદોનો આંકડો સામે આવે ત્યારે એવું લાગે કે દારૂબંધીનો કડક કાયદો જાણે એટલા માટે કરાયો હોય કે હવે કોઇ ચમરબંધીને હપ્તો લીધા વિના છોડાશે નહીં. સાંભળીને ખટકે તેવી વાત છે.રાજયમાં દારૂબંધીની સ્થિતિ પર ચોંકાવનારા આંકડા સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. રાજ્ય સરકાર દારૂબંધી અને ગૌમાંસના કડક કાયદાઓના દાવાઓ કરી ને જ પોતાનું રાજકારણ ચલાવે છે.પરંતુ આ કાયદાનું કેવું પાલન થાય છે તેનાથી સૌ કોઇ વાકેફ છે.