રાજપીપળા નગરપાલિકા સહિત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ મેળવવા થનગનતા ઉમેદવારોની દોડધામ શરૂ.

રાજપીપળા નગરપાલિકા સહિત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ મેળવવા થનગનતા ઉમેદવારોની દોડધામ શરૂ.
પોતાના રાજકીય ગોડફાધરોની શરણે મુરતિયાઓની લાઈન.
આ વખતે નવા અને સ્વચ્છ ઇમેજ ધરાવનારા શિક્ષિત ચહેરાને ટિકિટ મેળવવાની શક્યતા વધી.
ભાજપના નિયમો મુજબ હોદ્દેદારને કે સંગઠનમાં રહેનારને ટિકિટ નહીં મળે તો ઘણાની ટિકિટ કપાઈ જવાની શક્યતા.
રાજપીપળા,તા.5
રાજપીપળા નગરપાલિકા સહિત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે ગમે ત્યારે આવી પડે તેમ હોય નર્મદાના રાજકારણમાં ભરશિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. હાલ ટિકિટ મેળવવા થનગનતા ઉમેદવારોની દોડધામ શરૂ થઈ જવા પામી છે.
હાલ તમામ પક્ષો પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં લાગી ગયા છે. ચૂંટણી અંગેની બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે,ત્યારે ભાજપ પક્ષમાંથી ઉમેદવારો નોંધાવવા માટે ઉમેદવારોને મેન્ડેટ મળે તેવી આશા સાથે હોદ્દેદારોમાં ઘરે આંટાફેરા શરૂ થઈ ગયા છે.
પરંતુ આ વખતે અગાઉ ચૂંટણી લડી વિજય મેળવ્યો હતો, અને પાંચ વર્ષ સુધી સત્તા ભોગવી હોય તેવા લોકો કેટલા ઉમેદવારની બાદબાકી થવાની શક્યતા નકારી શકાતી નથી.નવા ચહેરાઓને ઉમેદવારો તરીકે ઉભા રાખવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. આ વખતે નવા અને સ્વચ્છ ઇમેજ ધરાવનારા શિક્ષિત ચહેરાને ટિકિટ મળવાની શક્યતા વધારે જણાઈ છે.કારણ કે બીજા કાર્યકરોને પણ તક આપવી જોઈએ અને તેમને પણ લોકોની સેવા કરવાની તક આપવી જોઈએ એવું પણ આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.ત્યારે આગામી ચૂંટણીમાં નવા ચહેરાઓને બધું તક મળે તેવી સંભાવનાઓ છે બીજી તરફ ભાજપના નિયમો મુજબ હોદ્દેદારને કે સંગઠનમાં રહેનારને ટિકિટ નહીં મળે તો ઘણા ની ટિકિટ કપાઈ જવાની શક્યતા પણ જણાઈ રહી છે.હવે એ જોવું રહ્યું કે કઈ પાર્ટી કેવા ઉમેદવારોને ટિકિટ આપે છે.

રિપોર્ટ: જયોતિ જગતાપ,રાજપીપળા