લ્યો બોલો, દિવાલ ચણીને ગરીબોને ઢાંકી દેવાની વાતથી મેયર જ અજાણ

ટ્રમ્પ આવે છે ત્યારે 7 ફૂટની ઉંચી દિવાલ ચણીને ગરીબોને ઢાંકી દેવાની વાત અમદાવાદ મેયરને ખબર જ નથી. તેઓ એવું કહી રહ્યા છેકે મારે વિઝિટ કરવાની બાકી છે વિઝિટ પછી ખબર પડશે. બાકી સ્ટેન્ડિંગ ચેરમેન તો આ વાતથી સારી રીતે જાણકાર છે અને તેઓ દિવાલ બનાવાનું કારણ સિક્યુરીટી રિઝન કહી રહ્યા છે. આમ આપણે ત્યાં શહેરમાં થતી કામગીરીથી મેયર અજાણ હોય છે જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન સારી રીતે જાણકાર હોય તેવું ચિત્ર જોવા મળે છે.વિકાસને ‘થીગડા’ મારવાની જરૂર પડી : ટ્રમ્પના આગમન પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા સાત ફૂટની દિવાલ ચણાઈ