ગુજરાતમાં મહિલાઓ સલામત છે એ એક ફરી સવાલ ઉભો થયો છે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં બે વર્ષમાં લૂંટના બે હજાર 451 બનાવો સામે આવ્યા છે. વિધાનસભામાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે છેલ્લા બે વર્ષના કાયદો અને વ્યવસ્થા સંબંધિત આંકડાઓ રજૂ કર્યા હતા. જેમાં રોજના 20 લોકો અકુદરતી રીતે જીવન ટૂંકાવે છે. રોજના હત્યાના બેથી ત્રણ બનાવો બને છે. જ્યારે દુષ્કર્મના ત્રણથી ચાર બનાવો સામે આવ્યા છે. ગઇકાલે ગુજરાતમાં એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ અને એક બાળાને પીખીં નાખવાનો બનાવ બન્યો છે. જ્યારે સુરતમાં એકલી નીકળેલી એક યુવતીની છેડતી કરવાનો પ્રયાસ થયો છે. શું ગુજરાતમાં મહિલાઓ સલામત છે એ એક ફરી સવાલ ઉભો થયો છે.