વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે નર્મદામાં સેવા સતત દરમિયાન ભાજપના કાર્યકરોએ ઠેર સફાઈ અભિયાન આદર્યું.

ભચરવાડા શક્તિ કેન્દ્ર દ્વારા સેવા સપ્તાહમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કુવારપુરાના મણીનાગેશ્વર મંદિર ખાતે સ્વચ્છતા નો કાર્યક્રમ યોજાયો.
ગરુડેશ્વર દત્ત મંદિર પરિસરમાં પણ ભાજપના કાર્યકરોએ સફાઈ અભિયાન આદર્યું.
રાજપીપળા, તા. 17
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે નર્મદામાં સેવા સફર દરમિયાન ભાજપના કાર્યકરોએ ઠેરઠેર સફાઈ અભિયાન આદર્યું હતું. જેમાં નાંદોદ તાલુકાના ભાજપા પરીવારના ભચરવાડા શકિત કેન્દ્ર દ્વારા સેવા સપ્તાહમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કુંવરપરાના મણીનાગેશ્વર મંદિર ખાતે સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમમાં નાંદોદ તાલુકા પ્રમુખ અરવિંદભાઇ પટેલ, તાલુકા મહામંત્રી અશોકભાઈ વલવી, જિલ્લા આદિજાતી મોરચા ઉપપ્રમુખ નિરંજનભાઈ વસાવા, તાલુકા યુવા મોર્ચા પ્રમુખ જતીનભાઈ પટેલ, તાલુકા યુવા મોર્ચા મહામંત્રી હરેશભાઈ વસાવા, પ્રેમસિંગભાઈ વસાવા, ધવલભાઈ વસાવા તથા ભાજપા પરીવારના કાર્યકર્તા ઓ જોડાયા હતાં.
ગરુડેશ્વર દત્ત મંદિર પરિસરમાં પણ ભાજપના કાર્યકરોએ સફાઈ અભિયાન આદર્યું હતું. જેમાં ગરૂડેશ્વર તાલુકાના ભાજપના કાર્યકરોએ ઉપસ્થિત રહી હાથમાં ઝાડુ લઈને મંદિર પરિસરની સફાઈ કરી હતી અને વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા