સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું હતું. 8 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 16 ફેબ્રુઆરી 2020ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટની એક ટ્રાવેલ્સ એજન્સી દ્વારા 8 પ્રાવસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.