*મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર*

મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ છે. મહેસાણા એ મોદીનું હોમ ટાઉન અને નીતિનભાઈ પટેલનો ગઢ છે. અહીંથી ભાજપ માટે સારા સમાચાર છે. પાલિકાના ઉપપ્રમુખે સભાનું સંચાલન કરતાં 17 બળવાખોર સભ્યોએ પ્રમુખ સામે મતદાન કરી પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસના આંતરિક જૂથવાદમાં કોંગ્રેસને કારમો ઝટકો લાગ્યો છે. ભાજપના ટેકાથી કુલ 29 સભ્યોએ મતદાન કર્યું હતું. 5 વર્ષના સમય ગાળામાં કોંગ્રેસના પાલિકા પ્રમુખ સામે બે વાર અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે. જે જોતાં હવે ભાજપ કોંગ્રેસના બળવાખોરોની સાથે મળી સત્તા સાંભળશે. જેમાં અનુસૂચિત જાતિના પાલિકા પ્રમુખ અને ભાજપના નવીન પરમાર સત્તાનું સુકાન સંભાળે તેવા એંધાણ છે. પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસના હાથમાં પાલિકાનો તાજ આવ્યો હતો. જોકે, કોંગ્રેસ આ સત્તા સંભાળી શકી નથી.