સદાથી મારું ઓનલાઈન રહેવાનું કારણ તું છે,
અને મારો મૂડ આ ફાઈન રહેવાનું કારણ તું છે.
તારા મેસેજ, તારા ઈ-મેઈલ ને તારી કોમ્મેંન્ટસ,
આ ચહેરે અનોખી શાઈન રહેવાનું કારણ તું છે.
ખુશીઓ જ ખુશીઓ છે તારા હોવથી જીવનમાં,
વેદનાઓનું સદા કન્ફાઈન રહેવાનું કારણ તું છે.
તારાથીજ છે સૂર્ય મારી જિંદગીનો આભમાં સદા,
પ્રેમમાં કાયમજ સનશાઈન રહેવાનું કારણ તું છે.
કેવો શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમ છે આપણો,
આ સંબંધનું આમ ડિવાઈન રહેવાનું કારણ તું છે.