*સુરતમાં રોમિયોની યુવતી સાથે છેડતી*

સુરતના ઉધના વિસ્તારના મીરનાગર સોસાયટીમાં યુવતીની છેડતી કરતા રોમિયોને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ લોકોએ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. મળતી માહિતી મુજબ એક યુવતી બપોરના સમયે પસાર થઈ રહી હતી તે દરમિયાન રોડ રોમિયોએ આ યુવતીની છેડતી કરી તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવતીએ બુમાબુમ કરતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. લોકોએ આ રોડ રોમિયોને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો