ગુજરાતમાં રીક્ષા ડ્રાઈવર હવે યુનિફોર્મમાં જોવા મળશે.

ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. રીક્ષા ચાલકોને કપડાં ઉપર બ્લ્યુ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં રીક્ષા ચાલકોને આ ફરજીયાત પહેરવો પડશે. રીક્ષા ચાલક એસોશિએશન અને સરકાર દારા થયેલ બેઠક બાદ લેવાયો નિર્ણય.